નિવૃત્તિ? એટલે શું?

માની લો કે કોઈ વ્યક્તિ 21 વર્ષ ની ઉમર થી નોકરીએ લાગે છે. કુલ 50 વર્ષ કરતા વધુ જિંદગી બાકી છે, ઘણા બધા પડાવ બાકી છે. કોલેજ લાઈફ માંથી હમણાં જ બહાર આવ્યા અને બધી જ મસ્તી મજાક ઓફિસ ની ચાર દીવાલો વચ્ચે 9-10 કલાક ની નોકરી માં 40 વર્ષો સુધી નીચોવાઈ જશે! 





એક મિડલ ક્લાસ ફેમિલી માં છોકરો કે છોકરી કમાવાનું ચાલુ કરે એ દિવસ બહુ યાદગાર હોય છે. પિતા એ એકલે હાથે ઘર નું પૂરું કર્યું હોય અને હવે એ આવક માં વધારો થાય એની ખુશી જ અલગ હોય છે. પરંતુ, આજથી 15-20 વર્ષ પેહલા જે પરિસ્થિતિ હતી એ હવે ઘણી જ બદલાઈ ગઈ છે. 

રોબર્ટ કિયોસાકી નામના અમેરિકન કોર્પોરેટ ગુરુએ એમની પુસ્તક 'Cashflow Quadrant' માં લખેલું છે એ પ્રમાણે અત્યાર સુધી માં કુલ 3 તબક્કા માંથી આપણે પસાર થઇ ગયા છીએ. એમના મુજબ, દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી થી 'Industrial Age' ચાલુ થઇ જેમાં આખા વિશ્વ માં ઔદ્યોગિક ક્રાંતિ આવી. આ એ સમય ગાળો હતો જ્યાં લોકો 40 વર્ષો સુધી એક જ કંપની માં નોકરી કરતા રહેતા, એક જ ઘર માં આખું જીવન નીકળી જતું હતું. નિવૃત્તિ ના સમય માં આખી જિંદગી પેન્શન મળી જતું.

Industrial Age 1989 સુધી ચાલી કે જયારે (East-West) Germany Wall ધરાશાય થઇ અને Information Technology નો યુગ ચાલુ થયો. તે પછી 'Information Age' નો જમાનો આવ્યો. આ સમયગાળા દરમિયાન IT ક્ષેત્રે ક્રાંતિ આવી અને આખી દુનિયા માં એક અલગ પ્રકાર ની નોકરીઓ મળવાનું શુરૂ થયું. આ પ્રકાર ની નોકરીઓ માં લોકો ની પાસે કંપની બદલાવવા ની તક મળવા લાગી. રોટી, કપડાં અને મકાન ની જરૂરત આગળ ની પેઢી એ કરી દીધી હતી. હવે કલર TV, બાઈક, કાર અને કમ્પ્યુટર નો જમાનો આવ્યો. પેન્શન નો જમાનો પૂરો થવા લાગ્યો. પૈસા કમાવી ને રોકાણ કરવાનું અને નિવૃત્તિ માટે પણ બચાવાનું કામ સરકારે આપણા માથે નાખી દીધું. 

અત્યાર નો જમાનો 'Social Age' નો છે. હવે નોકરી કરવી કે પોતાનું કઈ ચાલુ કરવું અને જિંદગી માણવી એના ઉપર ધ્યાન રહે છે. મોંઘવારી અને ખર્ચા નું પ્રમાણ ખુબ જ વધી ગયું. બીજી રસપ્રદ વસ્તુ એ બની કે પૈસા કમાવાનો સમયગાળો ઓછો થઇ ગયો. આપણે બધા સરેરાશ 70 વર્ષથી વધુ જીવીએ છીએ અને તબીબી પ્રગતિને કારણે આ આંકડો વધતો જશે. મતલબ કે આજકાલ યુવાનો ને 45-50 વર્ષે નિવૃત્તિ લઇ લેવાનું મન થાય છે એની સામે 'Life Expectancy' વધતી જશે. 23-25 વર્ષે પૈસા કમાવાનું ચાલુ કરવાનું અને 20-25 વર્ષ કમાવી ને ઇન્જોય કરવાનું. નિવૃત્તિ નો સમયગાળો પણ લાંબો થઇ જવાનો અને જીવન ઘોરણ મુજબ ખર્ચાઓ વધી ગયા હશે. 

આવી પરીસ્તીથીમાં નિવૃત્તિ સમયે ખર્ચા પુરા કરવા મોટી રકમ જોઈએ. નિવૃત્તિ માટે મોટી રકમ ભેગી કરવા માટે ઘણા ઉપાયો છે. 'Risk Profile' મુજબ શૅર માર્કેટ માં રોકાણ કરી ને લાંબા સમયગાળે ઘણો ફાયદો થઇ શકે છે. 

અંદાજે કેટલા રૂપિયા ની જરૂરત પડશે એની ગણતરી અટપટી છે. કારણ કે બહુ બધા પરિબળ ધ્યાન માં લેવા પડે. જીવન ઘોરણ મુજબ ખર્ચાઓ એ સૌથી મહત્વનું પરિબળ થઇ જાય. જેમ કે કોઈ પરિવાર પૈસા હોવા છતાં સામાન્ય રીતે જીવતો હોય જયારે કોઈ ક્રેડિટ કાર્ડ્સ ના ભરોસે બહુરૂપુ (!) જીવન જીવતો હોય. જો બરાબર રીતે નિવૃત્તિ નું આયોજન ના કર્યું હોય તો આ બીજા પ્રકાર ના પરિવાર ને વધુ તકલીફ પડી શકે છે. 

આ સિવાય જેમ અગાઉ જોયું એમ વધતી જતી 'Life Expectancy', સંકોચાયેલી 'Earning life', મોંઘવારી નો દર વિગેરે પણ મહત્વના પરિબળો છે.

સામાન્ય રીતે ગણતરી કરવી હોય તો એક ઉદાહરણ થી સમજીએ. કોઈ વ્યક્તિ 21 વર્ષની ઉંમરે નોકરી કે બિઝનેસ ચાલુ કરી ને હર મહિને Rs 5000 નું રોકાણ કોઈ ઇક્વિટી મ્યુચુઅલ ફંડ માં કરે અને દર વર્ષે રોકાણ ની રકમ માં 10% થી વધારો કરે તો 25 વર્ષમાં અંદાજે Rs 2 થી 2.5 કરોડ ભેગા થઇ જાય (CAGR 12-14% ધારેલ છે). આ રકમ માંથી દર મહિને Rs 1 થી 1.5 લાખ ઘર ખર્ચ માટે જિંદગી ભર વાપરી શકાય.

આ ઉદાહરણ માં ભવિષ્ય માં મળતા મહિને Rs 1 થી 1.5 લાખ ઘર ખર્ચ માટે બહુ મોટી રકમ લાગે તો મોંઘવારી (6%) ને ગણતરી માં લઈએ તો અત્યાર ના અંદાજે Rs 25000 થી 35000 નું મૂલ્ય થાય. મતલબ કે અત્યારે જો કોઈ ના ઘર નો ખર્ચ Rs 25000 થી 35000 હોય તો 25 વર્ષ પછી દર મહિને Rs 1 થી 1.5 લાખ ઘર ખર્ચ માટે જોઈશે. 

એટલા માટે જ સલાહ આપવા માં આવે છે કે નિવૃત્તિ માટેનું આયોજન અને રોકાણ બને એટલું જલ્દી ચાલુ કરવું જોઈએ. 

Disclaimer: Mutual fund investments are subject to market risks, read all offer related documents carefully. The Author is AMFI-Registered Mutual Fund Distributor (ARN-152133).

Comments

Popular posts from this blog

Lockdown, Liquidity, IPO and Crypto

What not to do with money! - REAL LIFE STORY.

Why Richie Rich is Rich? Why he gets richer year on year?