નિવૃત્તિ? એટલે શું?
માની લો કે કોઈ વ્યક્તિ 21 વર્ષ ની ઉમર થી નોકરીએ લાગે છે. કુલ 50 વર્ષ કરતા વધુ જિંદગી બાકી છે, ઘણા બધા પડાવ બાકી છે. કોલેજ લાઈફ માંથી હમણાં જ બહાર આવ્યા અને બધી જ મસ્તી મજાક ઓફિસ ની ચાર દીવાલો વચ્ચે 9-10 કલાક ની નોકરી માં 40 વર્ષો સુધી નીચોવાઈ જશે! એક મિડલ ક્લાસ ફેમિલી માં છોકરો કે છોકરી કમાવાનું ચાલુ કરે એ દિવસ બહુ યાદગાર હોય છે. પિતા એ એકલે હાથે ઘર નું પૂરું કર્યું હોય અને હવે એ આવક માં વધારો થાય એની ખુશી જ અલગ હોય છે. પરંતુ, આજથી 15-20 વર્ષ પેહલા જે પરિસ્થિતિ હતી એ હવે ઘણી જ બદલાઈ ગઈ છે. રોબર્ટ કિયોસાકી નામના અમેરિકન કોર્પોરેટ ગુરુએ એમની પુસ્તક 'Cashflow Quadrant' માં લખેલું છે એ પ્રમાણે અત્યાર સુધી માં કુલ 3 તબક્કા માંથી આપણે પસાર થઇ ગયા છીએ. એમના મુજબ, દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી થી ' Industrial Age ' ચાલુ થઇ જેમાં આખા વિશ્વ માં ઔદ્યોગિક ક્રાંતિ આવી. આ એ સમય ગાળો હતો જ્યાં લોકો 40 વર્ષો સુધી એક જ કંપની માં નોકરી કરતા રહેતા, એક જ ઘર માં આખું જીવન નીકળી જતું હતું. નિવૃત્તિ ના સમય માં આખી જિંદગી પેન્શન મળી જતું. Industrial Age 1989 સુધી ચાલી કે જયારે (East-West) Germany ...